કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૩. સૂર્યમુખી

From Ekatra Wiki
Revision as of 01:48, 15 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૩. સૂર્યમુખી

સૂર્યનું તેજ એ સહી શકે
ચંદ્રમા પ્રફુલ્લ, સ્નિગ્ધ ચાંદની;
મર્મરો રમે સમીપ પાંદની;
તોય મૂર્છિતા નહીં ઊંચે જુવે,
મૂળ સાથ વાત કૈં કરી રુવે!
સૂર્યનું જ તેજ એ સહી શકે.

૧૯૫૨
(સાયુજ્ય, ૧૯૭૨, પૃ. ૩)