કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૩૫. બોલ

From Ekatra Wiki
Revision as of 01:38, 16 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૩૫. બોલ

હવે એમ નહીં પૂછુંઃ
“ક્યાં છે તું?”
હવે એમ બોલ્યા કરીશ
“ક્યાં નથી તું?”
તને હવે જોયો, જોયો, જોયો
એ બોલમાં ભલે બડાઈ;
મારા જેવા નાચીજને હૈયે
તું નાચે એ તારી વડાઈ,
એ તારી વડાઈ.
થયો હવે હું ઠાલો, ઠાલો, ઠાલો,
સાવ ઠાલો ઠમ!
તું હવે વહાલો, વહાલો, વહાલો
એ બોલ થયા કાયમ,
હા, એ બોલ થયા કાયમ.

૨૯-૧૧-૮૩
(જાગરણ — પાછલી ખટઘડી, પૃ. ૩૧)