કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૩૪. દીવાલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૪. દીવાલ

તું-હું વચ્ચે
વિરહ દીવાલ.
રોજ શબ્દ-ટકોરા પાડું
તું સાંભળ.
રોજ કાન માંડું,
તને સાંભળવા.
મારા શબ્દ સામે
તારા બોલ મૌનના.
ન તૂટે વિરહ
ન ખૂટે વહાલ.

૧૩-૧૦-૮૩
(જાગરણ — પાછલી ખટઘડી, પૃ. ૨૮)