બારી બહાર/૨૬. એક દિવસ તો આવ પ્રભાત !

From Ekatra Wiki
Revision as of 04:50, 19 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૨૬. એક દિવસ તો આવ પ્રભાત !

એક દિવસ તો આવ પ્રભાત !
એક દિવસ તો આવ પ્રભાત !
એક દિવસ તો ખૂટે રાત !
જુગ જુગથી આવે જગ-આરે,
કિરનોને તારાં વિસ્તારે;
હું તો માગું એક જ દિનને : વરસોથી જોઉં વાટ.
એક દિવસ.
વિહંગગણ ને મારાં ફૂલ
પડી રહ્યાં નીંદર-મશગૂલ;
જગાડ તેને, ભર મન મારે ગીત અને પમરાટ.
એક દિવસ.
અંધકારનું લોહ છે પડિયું,
જન્મ થકી જાણે એ જડિયું;
પારસ ઓ ! અડ એક વાર, ને પછી ન ચડશે કાટ.
એક દિવસ.
અણખીલી મુજ કમળકળી આ, પડી રાતને હાથ;
આવ, આવ તું ખિલાવ એને : દેને પૂરણ ઘાટ !
એક દિવસ.