બારી બહાર/૮૦. હે મંગલ !

From Ekatra Wiki
Revision as of 11:12, 19 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૮૦. હે મંગલ !

હે મંગલ ! હે મંગલ !
ચરણતલ તવ, આજ મમ લહો ચિત્ત પલપલ ચંચલ.
હે મંગલ ! હે મંગલ !
બહુ જુગો જલ જીવનનાં વહી, તરંગો સહુ આજ રે’કહી :
હે દયામય ! સ્થાન દે, તવ પાસ આવ્યું પથિક જલ.
હે મંગલ ! હે મંગલ !