બારી બહાર/૯૦. સ્વ. મોતીલાલ નેહરુને : જન્મશતાબ્દીએ

From Ekatra Wiki
Revision as of 11:21, 19 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૯૦. સ્વ. મોતીલાલ નેહરુને : જન્મશતાબ્દીએ

તમે હતા સુખના ઉપવનમાં ને વૌભવની વચમાં;
તમે હતા આ દુનિયા માંહી યશ કેરા મંદિરમાં.

યુગો યુગોમાં અદ્ભુત એવો આવ્યો ત્યાં અવધૂત;
ઢંઢોળ્યા તેણે લોકોને, –જાગી ગયા સપૂત.

તમે જાગિયા, જેવો જાગે વન માંહી વનરાજ :
ખંખેરી નાખ્યાં સુખ –વૌભવ–યશને હલવી યાળ !

અને મોરચે મુિક્ત કેરા ચાલ્યા અવધૂત સાથ;
અણથંભ્યા બસ રહ્યા ઝૂઝતા, ગણ્યાં નહીં દિનરાત.

તમે લડયા એવું કે આજે મુિક્ત થઈ સાક્ષાત્ :
તમે રહો છો એથી નિત્યે અમ હૈયાં સંગાથ !