બારી બહાર/૯૭. હૈયાનો હંસલો

From Ekatra Wiki
Revision as of 11:28, 19 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૯૭. હૈયાનો હંસલો

હૈયાનો હંસલો આ મારો
કે ચારો તે ચરવાને જાય
કોણે આ આસમાને વેર્યા છે તારલાને ?
ચૂગી ચૂગી ને એ તો ખાય.
કોણે મેલ્યા છે મધના પ્યાલા આ ફૂલ કેરા ?
પીવાને હંસલો એ જાય;
સૂરજનાં સોનેરી ને ચંદાનાં રૂપેરી
નીરમાં જઈ ને એ તો ન્હાય. હૈયાનો.
ધરતીના હરિયાળા, આભ કેરા આસમાની,
રંગે એ હંસલો રંગાય;
શ્યામલ સ્વરૂપ જ્યાં એ જોવે મેહુલિયાનું,
પોતે યે રૂપે એ સોહાય ! હૈયાનો.
આભે ઊડીને એ તો ધરતીને નીરખે, ને
ધરતીએ આવી જોતો આભ;
મૂંગા છે હંસ પેલા માનસનાં નીર કેરા :
મારો આ હંસલો તો ગાય ! હૈયાનો.