નીતિન મહેતાનાં કાવ્યો/નદી

From Ekatra Wiki
Revision as of 02:49, 8 February 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <center><big><big>'''નદી'''</big></big></center> <poem> ચાલતાં ચાલતાં આ પુલ સુધી તો હું આવ્યો છું સામે જોઉં છું તો પીળી એક દીવાલ છે તેના પર લાલ રંગનું એક ધાબું છે મારા પગ પાસે ચમકતી રેતી ઓઢી નદી સૂતી છે ને મને તર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
નદી

ચાલતાં ચાલતાં આ પુલ સુધી તો
હું આવ્યો છું
સામે જોઉં છું તો પીળી એક દીવાલ છે
તેના પર લાલ રંગનું એક ધાબું છે
મારા પગ પાસે ચમકતી રેતી
ઓઢી નદી સૂતી છે
ને મને તરસ લાગી છે
મારા ગળામાંથી ઘૂમરી ખાતાં
તમરાં સતત ઊડ્યા કરે છે
પીળી દીવાલ ક્યારે ખૂલશે
તેની રાહ જોઉં છું.
લાલ ધાબામાંથી એક પક્ષી ઊડે છે
ને સૂરજ પર જઈ બેસે છે
પુલ ધીમે ધીમે ઊંચકાય છે
રેતી ઊછળતી ઊછળતી
છાતી સુધી આવે છે
સૂરજને ચાંચમાં લઈ
પક્ષી ઊડે છે
મારી આંખ નદીના પાણીમાં
ઊંડી ઊતરી જાય છે
હું ત્રમત્રમાટથી દટાઈ જાઉં છું.