પરકીયા/હિસયાંગ કાઓ
Revision as of 09:39, 3 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હિસયાંગ કાઓ| સુરેશ જોષી}} <poem> પેલી ઝાકઝમાળ બારી આગળ બેઠેલાં...")
હિસયાંગ કાઓ
સુરેશ જોષી
પેલી ઝાકઝમાળ બારી આગળ
બેઠેલાં બે જણ કોણ છે?
હું અને મારી છાયા – અમે બે માત્ર.
દીવા જ્યારે બુઝાઈ જશે,
જ્યારે સૂઈ જવાની વેળા થાશે
જ્યારે મારી છાયા સુધ્ધાં
મને તરછોડીને
મારાથી ક્યાંક દૂ…ર…દૂ…ર
લપાઈ જશે.
એવો દુ:ખી છું હું, આવી છે મારી યાતના!