ગાતાં ઝરણાં/કંકણ જોતી (મુક્તક)

From Ekatra Wiki
Revision as of 01:52, 14 February 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કંકણ જોતી


એક શ્રીમંતને આવાસ ઊભી સુખ-વૈભવ
એ રીતે આજ હતી એક ભિખારણ જોતી :
જે રીતે કોઈ યુવાનીમાં બનેલી વિધવા,
હોય સૌન્દર્યવતી નારનાં કંકણ જોતી.