– અને ભૌમિતિકા/ત્રણ

From Ekatra Wiki
Revision as of 16:48, 16 February 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ત્રણ}} <poem> આ કોરા કાગળની સફેદીને હું શાહીચૂસની જેમ ચૂસી જાઉં છું ને વિચારની નિસરણી પરથી ઊતરીને કાગળ પર પલાંઠીવાળી બેસી જતાં બાળુડિયાંને ભીલકન્યાની મુગ્ધતાથી તાક્યા કરું છ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ત્રણ


આ કોરા કાગળની સફેદીને
હું શાહીચૂસની જેમ ચૂસી જાઉં છું
ને વિચારની નિસરણી પરથી ઊતરીને
કાગળ પર
પલાંઠીવાળી બેસી જતાં બાળુડિયાંને
ભીલકન્યાની મુગ્ધતાથી
તાક્યા કરું છું.
—હું શું ઊછેરતો જતો હોઈશ આમ
સતત...
કે વિચાર-ન્હોર વડે
હું શું ખોતરતો જતો હોઈશ?

૧૪-૧૦-૧૯૭૪