યોગેશ જોષીની કવિતા/એક ખોબો શૂન્યતા..
Revision as of 05:50, 19 February 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <center><big><big>'''એક ખોબો શૂન્યતા..'''</big></big></center> <poem> ચીસ સડકે જોરથી પાડી હતી, ઠેસ એવી તો મને વાગી હતી. પ્હાડ આ ઊઠાવવાને પ્રેમનો, આંગળી મેં કૃષ્ણની માગી હતી. પ્રેમ પણ સાથે મળે તે આશથી, વેદના મેં એમ...")
ચીસ સડકે જોરથી પાડી હતી,
ઠેસ એવી તો મને વાગી હતી.
પ્હાડ આ ઊઠાવવાને પ્રેમનો,
આંગળી મેં કૃષ્ણની માગી હતી.
પ્રેમ પણ સાથે મળે તે આશથી,
વેદના મેં એમની માગી હતી.
એક ખીલી વાગવાના કારણે,
રાત આખી ભીંત આ જાગી હતી.
ફેફસાં મારાં ગમ્યાં નહીં એટલે,
આ હવાઓ દૂર કૈં ભાગી હતી.
છેવટે તો ગૈ બિચારી રણ મહીં,
સાગરે પણ એ નદી ત્યાગી હતી!
એક ખોબો શૂન્યતાનો પી ગયો,
ભૂખ શબ્દોની મને લાગી હતી!