યોગેશ જોષીની કવિતા/રા.-ના.-પી.-લી.-વા.-ની.-જા

From Ekatra Wiki
Revision as of 23:55, 19 February 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
રા.-ના.-પી.-લી.-વા.-ની.-જા


પહાડના
ઢોળાવ પરથી
ઊતરતો
ઠંડો-તીણો
પવન અડતાં જ
મેપલ–વનનાં
પાનેપાન
પ્રગટાવવા લાગ્યાં
કેટકેટલા રંગો?!
(રા.-ના.-પી.-લી.-વા.-ની.-જા.)....

ખર્‌ ખર્‌
ખર્‌ ખર્‌
ખર્‌ ખર્‌ ખર્‌
ખરી
જવા માટેય
આટઆટલો
ઉમળકો?!