યોગેશ જોષીની કવિતા/વસંત
Jump to navigation
Jump to search
વસંત
કોણે કહ્યું?
નથી કોઈનોયે પત્ર?!
વને વને
વૃક્ષે વૃક્ષે
ડાળે ડાળે
કંઈ કેટલાં
ફૂટ્યાં પાન!