પ્રત્યંચા/ચૈત્રરાતે

From Ekatra Wiki
Revision as of 06:35, 5 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ચૈત્રરાતે| સુરેશ જોષી}} <poem> ચૈત્રરાતે ચાંદની એના મૃદુ કરથી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ચૈત્રરાતે

સુરેશ જોષી

ચૈત્રરાતે ચાંદની
એના મૃદુ કરથી લખી ગઈ
આ દેહ પર શા લેખ
તે અંગઅંગે ફેરવીને અંગુલિ
કુતૂહલથકી ઊકેલવા બેઠો પવન,
એ સ્પર્શસુખે આ સવારે હું મગન.