સિગ્નેચર પોયમ્સ/મંગલ મંદિર – નરસિંહરાવ દિવેટિયા

From Ekatra Wiki
Revision as of 17:08, 17 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પ્રાર્થના

નરસિંહરાવ દિવેટિયા


મંગલ મન્દિર ખોલો,
દયામય! મંગલ મન્દિર ખોલો!

જીવનવન અતિ વેગે વટાવ્યું,
દ્વાર ઊભો શિશુ ભોળો;
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઉરમાં લ્યો, લ્યો,
દયામય! મંગલ મન્દિર ખોલો!

નામ મધુર તમ રટ્યો નિરન્તર,
શિશુ સહ પ્રેમ બોલો;
દિવ્યતૃષાતુર આવ્યો બાલક,
પ્રેમે અમીરસ ઢોળો,
દયામય! મંગલ મન્દિર ખોલો!
(સ્મરણસંહિતા)