સિગ્નેચર પોયમ્સ/અમર આશા – મણિલાલ નભુભાઈ દ્વિવેદી
મણિલાલ નભુભાઈ દ્વિવેદી
કહીં લાખો નિરાશામાં, અમર આશા છુપાઈ છે;
જુદાઈ જિંદગીભરની, કરી રો રો બધી કાઢી;
ઘડી ના વસ્લની આવી, સનમ પણ છેતરી ચાલી;
જખમ દુનિયા જબાનોના, મુસીબત ખોફનાં ખંજર;
શમા પર જાય પરવાના, મરે શીરીં ઉપર ફરહાદ;
ફના કરવું ફના થાવું, ફનામાં શહ્ સમાઈ છે;
ઝહરનું નામ લે શોધી, તુરત પી લે ખુશીથી તું;
સદા દિલના તડપવામાં, સનમની રાહ રોશન છે;
ચમનમાં આવીને ઊભો, ગુલો પર આફરીં થઈ તું;
હજારો ઓલિયા મુરશિદ, ગયા માશુકમાં ડૂબી;