ચાંદરણાં/મૌન

From Ekatra Wiki
Revision as of 15:55, 22 April 2024 by Meghdhanu (talk | contribs) (+)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


8. મૌન


  • હું મને સાંભળું એને જ આ જગત મૌન કહે છે?
  • હું હમણાં કોઈને મળવા માગતો નથી, એ જ મૌનનો અર્થ છે?
  • મારી શૂન્યતાને જગતની નક્કરતા ભેદી નથી શકતી એ મૌન છે?
  • અસ્તિત્વના કિલ્લામાં ભરાઈને બહારના શત્રુઓને અવલોકું, એ મૌન છે?
  • બહારના રઝળપાટથી થાકેલું મન – એ મૌન છે?
  • મૌન – સમજાઈ ગયેલા અર્થે બક્ષેલી સ્તબ્ધતા?
  • મૌન – કોયડો કે કોયડો ઉકેલવાની ચાવી?
  • મૌન – શબ્દોની નિરર્થકતાનો સ્વીકાર કે અર્થ પામવાની સ્થિતિ?
  • મૌન – કહી કહીનેય વળી શું કહેવાનું છે?
  • કહ્યું કહ્યું પણ કોણે સાંભળ્યું? એટલે મૌન !
  • મૌન ઘેરું થાય તો ઊંડું થાય!
  • મૌન : હું શું બોલી ગયો? સમજવા મથું છું.
  • મૌન : આ સઘનતા જીરવાતી નથી, એની તિરાડમાંથી શબ્દ ફૂટશે.
  • માણસ પાસે પણ અંધકારનું મૌન હોય છે.
  • કોઈક મૌન ઊંઘ જેવું હોય છે.
  • આકાશના મૌનનો છેડો મારા સુધી લંબાયેલો છે.