અનુનય/છેવટનું ગીત

From Ekatra Wiki
Revision as of 00:59, 27 April 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <center><big><big>'''છેવટનું ગીત'''</big></big></center> <poem> કાગળમાં કેમ કરી કાળજું ઉતારું {{gap|4em}}ને મોકલુંયે કેમ કરી કોરો? હૈયા ને હોઠને તો છેટું ઝાઝેરું {{gap|4em}}તું જ આઘેરા, આવ જરા ઓરો! તાણુવા કરું છું તો લાગે છ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
છેવટનું ગીત

કાગળમાં કેમ કરી કાળજું ઉતારું
ને મોકલુંયે કેમ કરી કોરો?
હૈયા ને હોઠને તો છેટું ઝાઝેરું
તું જ આઘેરા, આવ જરા ઓરો!
તાણુવા કરું છું તો લાગે છે બીક :
ક્યાંક કાચો તૂટી ન જાય દોરો!

ક્હેવાની વાતતણું વાદળ ઘેરાય એવું
પાઘરું વેરાય વિના વરસ્યે!
કોરી તે આંખોમાં માયાનું માછલું
તફડે છે તાપ જેવી તરસે.
વંચાયા હોત મને ભાયગના લેખ––
કાઢી નાખતને જીવ, પછી – મરશે!

આંગણના પીપળાને આટાટલાં પાન!
મેં તો પ્હેલી જ વારખું જાણ્યું;
જીવતરનાં દખ કેટકેટલાં ગણું રે
હું તો ખરવાનું તાકી રહી ટાણું ––
સળગેલાં સુખડાંની તાપણીએ બેઠી
હવે છેવટનું ફૂંકી લઉં છાણું!

૯-૯-’૯૭