તારાપણાના શહેરમાં/ડહાપણ નહિ

From Ekatra Wiki
Revision as of 02:48, 14 May 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ડહાપણ નહિ

એની શક્યતા પણ નહિ?
નહિ? ના પાડવા પણ નહિ?

અહીં પણ એ ન દેખાયા!
ચાલ આ જગા પણ નહિ

કોઈ પણ વિચારો તો
ક્યાં નથી થતા… પણ નહિ

રાત બહુ રહી ટૂંકી
રાતભર રહ્યા પણ નહિ

એ કહે તે કરવાનું
આ ગઝલ છે, ડહાપણ નહિ