કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/રોડવનારો રામ

Revision as of 01:01, 31 May 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૯. રોડવનારો રામ

મારો રોડવનારો રામ.
સારું નરસું કાંઈ ન જાણું, જાણું ન એનું દામ રે.
મારો રોડવનારો રામ.
આ દુનિયા એક અવિરત રસ્તો ગામ ખરાં, ન મુકામ;
એ રસ્તા બિચ લાધી ગયું મને રામનામનું ધામ રે.
મારો રોડવનારો રામ.
કોઈ કહે મૂરખ, મત્ત કહે કોઈ, વિધવિધ દે છે નામ;
નામરૂપની પાર જવા મથનારને એ શું કામ રે!
મારો રોડવનારો રામ.
શ્વાસ લઉં અહીં, વાસ કરું અહીં, અહીં ના હાડ ને ચામ;
એ ચામે તંબૂર બનાવી ગજવું રામકલામ રે.
મારો રોડવનારો રામ.

(રામરસ, પૃ. ૩૧)