હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/બપોર પણ છે ને એ પણ ઉઘાડમથ્થો છે

From Ekatra Wiki
Revision as of 02:58, 3 June 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


બપોર પણ છે ને એ પણ ઉઘાડમથ્થો છે


બપોર પણ છે ને એ પણ ઉઘાડમથ્થો છે
જવાનો હોય નહીં ક્યાંય એમ ઊભો છે

એ ધ્યાન રાખે કે શ્વાસો ન ખાય ગડથોલાં
ખબર છે એને કે આગળ હવામાં ખાડો છે

એ જેમતેમ કરી કાપે છે કપિલ દિવસો
નજરમાં શ્વેત બરોબર હજી ય આખ્ખો છે

પડેલાં પાનમાં એ છો થતો રહે આપીત
ફૂટી નીકળતી કૂંપળમાં ધરાર લીલો છે

અશેકશે ભલે નીરવ હલે ચલે કે નહીં
શબદ જે સાચવી રાખ્યો છે તે એ બોલ્યો છે