હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/ત્રુટક પળો શું જોઈને તું સાંધવા ગયો
ત્રુટક પળો શું જોઈને તું સાંધવા ગયો
ફૂટપાથ ભાંગી તૂટલી એની ગલીમાં જો
એની ગલીમાં એ ન હો ત્યારે તો જોઈ લે
મેલી થયેલી ભીંત ને ફાટેલાં પોસ્ટરો
આમે ય ક્યાં ટપકતું'તું એની ગલીમાં મધ
આ તો ઊગી ગયો છે વચોવચ્ચ લીમડો
એની ગલીમાં કોને મળ્યું શું કે કંઈ મળે
બોણી કર્યા વિના જ ગયો પાછો ફેરિયો
હેમંત શું તું એની ગલીમાં ઊભો છે આમ
શું માની બેઠો કે અહીં દાટ્યો છે લાડવો