હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/રણક્યા વિનાના તારનાં સ્પંદન શા કંપ રે
Revision as of 09:28, 29 June 2024 by Shnehrashmi (talk | contribs)
રણક્યા વિનાના તારનાં સ્પંદન શા કંપ રે
પળભરની ઝણઝણાટીઓ પળભર સુધી રહે.
ભીંજાવું એનું એનું નીતરવું તસુ તસુ
તરવાનું જેની કાયને પાણી વિના મળે.
વિસ્તરતી આખા આભમાં આંખો ટગર ટગર
પાંખોમાં ફડફડાટ શો પાંખોમાં ઓસરે.
કાળી તરસનું લોહીમાં કાળું તરસપણું
તડકાનું રોમ રોમ ઊતરવું ત્વચા તળે.
ઘૂમરાતું ઝેર પણ નહીં વળ ખાતો ડંખ પણ
કરપીણ એક સાપ સરે ને સર્યા કરે.