હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/આ ઊતરતી સાંજ સાથે તમે રાત જેવું ઢળજો

From Ekatra Wiki
Revision as of 15:06, 29 June 2024 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



આ ઊતરતી સાંજ સાથે તમે રાત જેવું ઢળજો
ન મળ્યા ઉઘાડી આંખે હવે બંધ આંખે મળજો.

મને રણ મળ્યું તમારું ન મળ્યાં તમારાં વાદળ
ન શીતળ અડ્યા ત્વચાને હવે હાડોહાડ બળજો.

ન વહી હવામાં આવ્યા ન પવનમાં વીંટળાયા
હું ઊગીશ ઘાસ થઈને તમે ડાળ ડાળ લળજો.

કદી સહુ વળાંક પરથી હું વળ્યો તમારી બાજુ
હવે સ્થિર ગલી ગલી છું તમે મારી બાજુ વળજો.

ન વહનમાં સાંભળ્યો કે ન મને નીરવમાં કાંઠે
હવે શંખ છું તૂટેલો હવે મારું મૌન કળજો.