હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/ટેરવાં સાથ હવે ટેરવાં જોડી ન શકું
Revision as of 09:07, 7 July 2024 by Shnehrashmi (talk | contribs)
ટેરવાં સાથ હવે ટેરવાં જોડી ન શકું
આંગળાં કેમે પરસ જેમ મરોડી ન શકું
સાથ તો હોય છે એનો હવે આકાશની જેમ
ન તરી પણ શકું સાથે કે હું દોડી ન શકું
પળમાં અહીંયાં છે એ પળભરમાં છટકણાં તહીંયાં
છોડીછોડીને છટકણાંને હું છોડી ન શકું
નાવની જાત હું એ હમણાં વહન હમણાં તટ
ન ડુબાવી શકું કે હું મને ખોડી ન શકું
ચાંદ લઈ સાથ જીવનભરનું ભટકવાનું હવે
હોય સામે જ ગગન ને કશે ચોડી ન શકું
છંદવિધાન
ગાલગાગા/લલગાગા લલગાગા લલગાગા ગાગા/લલગા