સંભાળજો, સાંજ પડી છે સરિયામ રસ્તે સાવ ધણીધોરી વિનાની ઝળઝળતી જણસ સાચેસાચની જડી છે. હાથમાંથી હાથ જાગે પગ બહાર નીકળી પડે પગ જાતમાંથી સાવ નોખી થઈ આંખ ચાલી નીકળે. બધાં જ બારણાં ખૂલી ગયાં છે અંદર તરફ ચિર પુરાતન પ્રતીક્ષારત નજર સદેહે સાક્ષાત ખડી છે. સંભાળજો, સાંજ પડી છે.