કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/મેળ હશે તો

From Ekatra Wiki
Revision as of 02:06, 13 November 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૪. મેળ હશે તો

મેળ હશે તો મળશું!
નહીં તો હર્યાભર્યાં મારગ પર ઉજ્જડ થઈ આથડશું!

લાખ લોકની લીલામાં લયલીન થઈને,
ભીતરથી તો ભારે ને ગમગીન થઈને,
હોઠ ઉપરના ઈન્દ્રધનુષથી આંસુને આંતરશું — મેળ૦

અને મળ્યાં તો મળી જાય અહીં મેળો,
સાગર થઈ છલકાય સુકાયલ વ્હેળો,
મળ્યાં છતાં નહીં મળ્યાં વ્યથા એ કેમ કરી સાચવશું? — મેળ૦

૧૯૬૮(કાવ્યસૃષ્ટિ, પૃ. ૧૧૧)