કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/આખું આકાશ મળ્યું કેટલું...

From Ekatra Wiki
Revision as of 01:17, 14 November 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૩૩. મને ડાળખીને

મને લાગે નહીં ક્યાંય કશું એકલું,
મને મારું એકાન્ત ગમે એટલું!

કોઈ ઊડતો આવે છે સૂર પંખીની જેમ,
હળુ હળુ વાય હવા : પૂછે છે : “કેમ?”
મને સારું લાગે છે હવે એટલું :
મને મારું એકાન્ત ગમે એટલું!

લીલું પંપાળે છે પગને આ ઘાસ,
બાંધે છે નાતો અહીં ફૂલની સુવાસ.
હાશ! આખું આકાશ મળ્યું કેટલું...
મને લાગે નહીં ક્યાંય કશું એકલું!

૧-૧-૧૯૭૯(કાવ્યસૃષ્ટિ, પૃ. ૩૭૦)