ગુજરાતી સૉનેટકાવ્યો/સર્જક કવિ અને લોકપ્રિયતા
Jump to navigation
Jump to search
૬. સર્જક કવિ અને લોકપ્રિયતા
બ. ક. ઠાકોર
જુવો ઉઘાડું છે કમાડ, જાવ જ્યાં રુચે;
સ્વલ્પ બિંદુ યે દયાનું ના ખપે હુંને.
ખિલો ત્હમે ઉછાળતાં અજબ છટા ઉંચે,
સુંદરી, વહો વરેલ પંથ ચ્હાવ તે ક્રમે,
ર્હો સ્વતંત્ર, એ જ પ્રેમતૃપ્તિ દ્યો હુંને ત્હમે.
સાંભળ્યૂં હશે ઘણૂં ય જે બખીલ ને
અસૂયકો ગુંથી રહ્યા વિરુદ્ધ દાસની;
શ્યામ બીજ એ ઉદાર કાળજે સરી
કરે કઠોર સૌમ્યને, સખેદ વા સલીલને,
પ્રેમને અસહ્ય તે : પ્રિયે, ન પ્રેમ ઝૂંસરી;
સ્વતંત્ર આવિયાં, સ્વતંત્ર યાગવા અસીલને,
જુવો ઉઘાડું છે જિ દ્વાર, જાવ જો જવૂં જ નીસરી.
શબ્દ ના; ન કંપ લેશ, ચક્ષુ ઝાંય શી કળાય
દીર્ઘ પક્ષ્મ રક્ષિતા? પરંતુ સુંદરી પધારિ બેસિ જાય! ૧૪