મંગલમ્/મારા જ્ઞાન-ગુમાનની

From Ekatra Foundation
Revision as of 01:46, 28 January 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
મારા જ્ઞાન-ગુમાનની

મારા જ્ઞાન-ગુમાનની ગાંસડી, ઉતરાવો શિરેથી આજ,
મારી પુસ્તક-પોથાંની પોટલી, ઉતરાવો શિરેથી આજ.

બોજો ખેંચી ખેંચી માથું દુઃખે, મારી કાયામાં કળતર થાય,
હાંફી હાંફી મારું હૈયું થાક્યું છે ને,
આંખે અંધારાં ઘેરાય રે…ઉતરાવો૦

મોર-મુગટ, હાથે બાંસુરી ને રાધાનો આતમરામ
એવા રૂડા ગોપાળાને મળવા,
તલસી રહ્યા મમ પ્રાણ રે…ઉતરાવો૦

વેદ ભૂલું વેદાંત ભૂલું, બધે દેખાય તારાં રાજ,
આવું છું ઓ વહાલા, હું તારે દ્વારે,
દીવો પેટાવાને કાજ રે…ઉતરાવો૦