મંગલમ્/તારે પગલે

Revision as of 03:32, 28 January 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
તારે પગલે

કોણ મધુમય છંદે આજે ગાયે તારે પગલે (૨)

રંગ ઢોળી બેઠી જોને સંધ્યા રાણી
કુમકુમે રંગી એના પગની પાની
ઝંખવાઈ જાયે મૃદુ… (૨)
ફૂલશે ફાલી… તારે પગલે — (૨)

નિત ચીર યૌવનની બંસરી બાજે
ઘૂંઘટમાં કોનું મુખ આનંદે રાચે
જોઈ ગોપીકાઓ એનું (૨)
મરમર રાચે… તારે પગલે — (૨)

ઓ રે ઓ રે આજ ઉત્સવ ગાને
જીવનની મધુવીણા વાગવા ટાણે
મિલનનાં મધુગીત (૨)
ગાયે… તારે પગલે… (૨) કોણ મધુમય…