મંગલમ્/અમે નૂતન યુગના પ્રવાસી

હર દેશ મેં તૂ

અમે નૂતન યુગના પ્રવાસી
નવ સર્જનની વાટે વિહરતાં,
અમે નૂતન યુગના પ્રવાસી…

ઉરે આશા ઉલ્લાસ ભરી ભમતા,
અમે પ્રગતિના પંથના પ્રવાસી,
નીંદ આળસ નિરાશા હટાવીશું,
વેરઝેર મિથ્યા મિટાવીશું,
અમે વિખરંતા વગડાના વાસી.
અમે નૂતન યુગના પ્રવાસી…

મોહમાયાના ફંદને ફગાવશું,
જૂઠી કીર્તિના ભૂતને ભગાડશું,
અજબ આશાના સ્વપ્ન સજાવશું,
અમે પૃથ્વી પર સ્વર્ગને ઉતારશું,
હવે રહેશો નહીં કો ઉદાસી,
અમે રંગીન ધરાના રહેવાસી,
અમે નૂતન યુગના પ્રવાસી…