મંગલમ્/છુક છુક ગાડી
છુક છુક ગાડી
છુક છુક ગાડી (૩) જેવી છે જિંદગાની,
આવે સ્ટેશન નિજનું ત્યારે,
ના કંઈ પણ સાથે આવે,
આપણી જિંદગી છે છુક છુક ગાડી,
ભાગે તો લેજો સાંકળ તાણી, જિંદગાની,
છુક છુક ગાડી જેવી છે, જિંદગાની… છુક છુક…
સુખ મળે કે દુઃખ મળે,
કોઈ કોઈ ના મનમાં લાવે,
ભેદ મનમાં કોઈ ના લાવે… છુક છુક…