મંગલમ્/સરવાણી આનંદ તણી

Revision as of 15:15, 28 January 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
સરવાણી આનંદ તણી

ક્યાંથી… આ ક્યાંથી
સરવાણી આનંદ તણી
આવી દે ઉરને છલકાવી… ક્યાંથી…

તું આવી પેલા તારકથી?
કે ધરતી કેરા મારગથી?
આવી સાગર કેરા જળથી?

કે શ્યામલ વાદળના દળથી?…
— ક્યાંથી…



તું આવી કોઈક સૂર થકી?
કે નેન તણા કો નૂર થકી?
તું આવી સપના ઘાટેથી?

તું અતીત કેરા વાટેથી?…
— ક્યાંથી…



બહુ દિવસ થકી તુજ રાહ હતી,
નહિ જાણ થઈ તું ક્યારે

આવી મમ અંતર આરે?…
— ક્યાંથી…



હે ઝરણી, તુજ કરણીથી નિરખું

હું ઉ૨માં હરિયાળી…
— ક્યાંથી…