મંગલમ્/મઝા પડે

Revision as of 02:40, 30 January 2025 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મઝા પડે}} {{Block center|<poem> મઝા પડે, મઝા પડે, {{gap|3em}}જો રોજ રોજ રમવાની રજા પડે (૨) ખેતરમાં ખેડુને કહીએ બૂમ પાડી, {{gap|3em}}ખેડુભાઈ…(૨) રમવા આવોને આગગાડી; ખેડુ કહે: લોક સહુ ભૂખે મરે {{gap|3em}}જો રોજ રોજ રમ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
મઝા પડે

મઝા પડે, મઝા પડે,
જો રોજ રોજ રમવાની રજા પડે (૨)
ખેતરમાં ખેડુને કહીએ બૂમ પાડી,
ખેડુભાઈ…(૨) રમવા આવોને આગગાડી;
ખેડુ કહે: લોક સહુ ભૂખે મરે

જો રોજ રોજ રમવાની રજા પડે (૨)
— મઝા૦


ચાંદા-સૂરજની પાસ જઈ પૂછીએ,
રમવા આવોને વીરા, સંગે મળી કૂદીએ;
બેઉ બોલ્યા: અંધારે જગ સહુ ડરે,

જો રોજ રોજ રમવાની રજા પડે (૨)
— મઝા૦


ફૂલને જઈ પૂછીએ ડાળીએ ઝૂલતાં,
અમારી સંગ કેમ રમવાનું ભૂલતાં?
ફૂલ કહે: દેવ શિર કોણ રે ચડે?

જો રોજ રોજ રમવાની રજા પડે (૨)
— મઝા૦



— અજ્ઞાત