મંગલમ્/મેહુલો અને માધવ

Revision as of 02:41, 1 February 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
મેહુલો અને માધવ

મેહુલો ગાજે ને માધવ નાચે,
રૂમઝૂમ વાગે પાય ઘૂઘરડી,
તાલ પખાજ વગાડે રે ગોપી,
કૃષ્ણ વગાડે વેણુ વાંસલડી…મેહુલો૦

પ્હેરણ ચરણાં ને ચીર ચૂંદલડી,
ઓઢણ આછી લોબરડી…મેહુલો૦

દાદુર મોર બપૈયા ૨ે બોલે,
મધુરી શી બોલે પેલી કોયલડી…મેહુલો૦

ધન્ય બંસીવટ, ધન્ય જમુના તટ,
ધન્ય વૃંદાવન અવતાર…મેહુલો૦

ધન્ય નરસૈંયાની જીભલડી જેણે,
ગાયો રાગ મલ્હાર…મેહુલો૦

— નરસિંહ મહેતા