બાળ કાવ્ય સંપદા/ડુંગર ડુંગર

Revision as of 00:48, 12 February 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ડુંગર ડુંગ૨

લેખક : પ્રીતમલાલ મજમુદાર
(1900-1991)

અમે ડુંગર ડુંગર રમતાં’તાં,
અમે ખાંધે ખડિયો ખમતાં’તાં,
અમે કીડી હારે ચડતાં’તાં,
અમે પડતાં તે આખડતાં’તાં,
અમે જોતાં જોતાં જાતાં’તાં,
અમે પવન ઝપાટા ખાતાં’તાં,
અમે વચ્ચે વાસે વસતાં’તાં,
અમે ઝળહળ પ્હોએ ખસતાં’તાં,
અમે શ્વાસ ભરેલાં ધસતાં’તાં,
અમે કડ કડ દાંતે હસતાં’તાં,
અમે હિમે પગલાં દેતાં’તાં,
અમે આવ્યું આવ્યું કહેતાં’તાં,
અમે એક શિખર જઈ બેઠાં’તાં,
અમે સરતાં આવ્યાં હેઠાં’તાં.