બાળ કાવ્ય સંપદા/પત્તો નથી
Jump to navigation
Jump to search
પત્તો નથી
લેખક : પ્રીતમલાલ મજમુદાર
(1900-1991)
ઢીંગલી દરિયે નહાવા ગઈ,
એ તો ગઈ તે ગઈ તે ગઈ;
કોઈએ આવતી દીઠી નહીં.
જેને તેને પૂછે મા
'મારી દીકરી કંઈ દેખાઈ ?
એ છે આવડી સરખી બાળ,
એની કોઈને મળી ભાળ ?
એની ચંચળ બન્ને આંખ,
એનું ફૂટડું નમણું નાક,
એની કાયા રૂપની રેલ
નર્યા સિંધવની ઘડેલ.
એવી કોઈને નહીં દેખાઈ !'
ઢીંગલી દરિયે નહાવા ગઈ.