બાળ કાવ્ય સંપદા/તરાપો
Revision as of 15:04, 12 February 2025 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તરાપો|લેખક : ‘સ્નેહરશ્મિ’ ઝીણાભાઈ રતનજી દેસાઈ<br>(1903-1991)}} {{center|<poem> રમતો રમતો જાય, તરાપો રમતો રમતો જાય ! જોતાં એને બેઉ કિનારે કુંજો લીલી થાય ! કરતાં એનો સાથ પંખીડાં ગીત મધુરાં ગાય, તરા...")
તરાપો
લેખક : ‘સ્નેહરશ્મિ’ ઝીણાભાઈ રતનજી દેસાઈ
(1903-1991)
રમતો રમતો જાય,
તરાપો રમતો રમતો જાય !
જોતાં એને બેઉ કિનારે
કુંજો લીલી થાય !
કરતાં એનો સાથ પંખીડાં
ગીત મધુરાં ગાય,
તરાપો નદીમાં વહેતો જાય.
આવે કરવા સહેલ તરાપે
સમીર ફોરાં સાથ,
જોવા એને અગણિત તારા
પલકે આખી રાત !
તરાપો ગાતો ગાતો જાય !
આથમણા ઘાટેથી નીકળ્યો,
ઉગમણે દેખાય,
અલકમલકથી આવી એ તો
અલકમલકમાં જાય !
તરાપો હેરિયાં લેતો જાય,
તરાપો રમતો રમતો જાય !