બાળ કાવ્ય સંપદા/ફૂલગીત

Revision as of 03:37, 13 February 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ફૂલગીત

લેખક : સોમાભાઈ ભાવસાર
(1911-1984)

મોગરાનાં ફૂલ, મોગરાનાં ફૂલ
ધોળાં ધોળાં પેલાં મોગરાનાં ફૂલ !

ચંપાનાં ફૂલ, ચંપાનાં ફૂલ,
આછાં પીળાં પેલાં ચંપાનાં ફૂલ !

ગુલાબનાં ફૂલ, ગુલાબનાં ફૂલ,
લાલ ગુલાબી પેલાં ગુલાબનાં ફૂલ !

કરેણનાં ફૂલ, કરેણનાં ફૂલ,
રાતાં પીળુડાં પેલાં કરેણનાં ફૂલ !