બાળ કાવ્ય સંપદા/પોપટ (૨)

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પોપટ

લેખક : સોમાભાઈ ભાવસાર
(1911-1984)

પોપટ આંબાડાળે રે'તો,
કે સરવરપાળે રે'તો,
ને મુખથી બસ એ કે'તો,
સીતારામ ! સીતારામ !

પોપટ કાચી કેરી ખાતો,
કે પાકી કેરી ખાતો;
ને મુખથી બસ એ ગાતો,
સીતારામ ! સીતારામ !

પોપટ મીઠા મેવા ચાખે,
તમતમતાં મરચાં ચાખે,
ને મુખથી બસ એ ભાખે,
સીતારામ ! સીતારામ !