બાળ કાવ્ય સંપદા/પંખીઓ તમામ

Revision as of 01:48, 17 February 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પંખીઓ તમામ

લેખક : જગદીશ ધ. ભટ્ટ
(1937-2019)

આવો આવો આમ ઓ પંખીઓ તમામ,
મારે તે આંગણે આવજો તમામ.

કાળા રે કાગડા જલદીથી આવજો,
મીઠાં કોયલ બહેન ટહુકીને આવજો.
લાવો સૌને સાથ, સૌને સલામ,
મારે તે આંગણે આવજો તમામ.

મીઠું મીઠું બોલતા પોપટજી આવશે,
ટેહુ ટેહુ બોલતા મોરલાને લાવશે,
ગાવો ગાવો આજ સૂરથી રે ગાન,
મારે તે આંગણે આવજો તમામ.

કરજો કલશોર ને ચણજો સૌ સાથમાં,
પાણીના કુંડ ત્યાં રાખ્યા છે પાસમાં,
ખાઓ ખાઓ સાથ, કરજો આરામ,
મારે તે આંગણે આવજો તમામ.