બાળ કાવ્ય સંપદા/રમશું રમશું રેલમછેલ

From Ekatra Foundation
Revision as of 02:54, 17 February 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
રમશું રમશું રેલમછેલ

લેખક : હરિકૃષ્ણ પાઠક
(1938)

રમશું રમશું રેલમછેલ,
હળશું મળશું કરશું ગેલ.
ભેળાં કરશું લગ્ગી-કોડા,
પગમાં નહિ ચંપલ; નહિ જોડા,
ટોળી ખરી ઉઘાડપગાની,
એમાં જોડી જગા-ભગાની.
બટકો બાબુ લંબુ ચમનો,
ખડખડ હસવું ખેલમખેલ,
રમશું રમશું રેલમછેલ.
ભલો શિયાળો, ટાઢ મજાની,
ભલો ઉનાળો, લૂય મજાની,
વરસાદે વાછંટ મજાની,
બારે માસ મજાની ગમ્મત;
ધિંગામસ્તી ઠેલમઢેલ,
રમશું રમશું રેલમછેલ.