ઘુઘરિયાં
卐
ઘુઘરિયાં
卐
ઘુઘરિયાં બાજે છુમ છુમ! બાજે છુમ છુમ! બાજે છુમ છુમ
સોનપરી નાચે રૂમ ઝૂમ! નાચે રૂમ ઝૂમ! નાચે રૂમ ઝૂમ
ઉષા નાચે છુમ છુમ! નાચે છુમ છુમ! નાચે છુમ છુમ
સોનલ વરણી ઓઢણી ઝળકે,
આભ ઝરૂખે મીઠું મીઠું મલકે!
ધરણીનો રાજવી ખેડૂત જાગે. ઘુઘરિયાં…
પંખી ગાતાં કલરવ રાગે, સૂતા લોકની નીંદર જાગે,
અંગે અંગે ચેતન છલકે!
ઉગમણે ઊડે કુમ કુમ! ઊડે કુમ કુમ! ઊડે કુમકુમ. ઘુઘરિયાં…