મંગલમ્/જાગજો


જાગજો

જાગજો! જાગજો નવે પ્રભાત જાગજો!

ઘોર અંધકાર જાય, તેજ મુક્તિનાં છવાય,
ધન્ય ઘડી ના ચુકાય…જાગજો!
જાગજો નવે પ્રભાત જાગજો!

ભારતને અંગ અંગ, હર્ષના ઊઠે તરંગ,
રોમ રોમમાં ઉમંગ…જાગજો!
જાગજો નવે પ્રભાત જાગજો!

દેશ-દેશ મંગલમ્, વિશ્વસંઘ મંગલમ્,
મંગલમ્, સુમંગલમ્…જાગજો!
જાગજો નવે પ્રભાત જાગજો!

— પિનાકિન ત્રિવેદી