મંગલમ્/પારસનાં પારખાં
Jump to navigation
Jump to search
પારસનાં પારખાં
卐
પારસનાં પારખાં
卐
પારસનાં પારખાં
卐
પારસનાં પારખાં ના લઈએ
પ્રભુજી, આવાં પારસનાં…
રૂડાં રત્નોને રોળી ના દઈએ …પ્રભુજી
ભક્તોનાં કૂણાં કૂણાં
કાળજાં કપાઈ જાય,
એવી તે હોય શી કસોટી
નયણાંના અમૃતની
પ્યાલી ઢોળાઈ જાય,
જીવ જાય તાળવે ચોંટી
કાળ ઝાળ આમ ના થઈએ …પ્રભુજી
ત્રાસ મહીં સેવકનાં અંતર ટૂંપાઈ જાય
એનો લેવાય ક્યાંથી તાગ?
હસતાં હસતાં રે હવને હોમાઈ જાય
તોય તમે શોધો છો લાગ! નાથ
નાહકના નંદવાઈ જઈએ …પ્રભુજી