મંગલમ્/વાદળ ગરજે
વાદળ ગરજે
卐
વાદળ ગરજે
卐
વાદળ ગરજે (૨)
વાદળ ગરજે ઘોર! (૨)
બપૈયા પિયુ પિયુ બોલ ને
મધુરા બોલે મોર
શ્રાવણ વરસે સરવરે ને
નદીએ બહોળાં નીર,
આંસુડે ભીંજાય મારી કાંચળી ને
આવ્યા હો નણદલ વીર
આસોનાં અજવાળિયાં ને
ગોરિયું ગરબા ગાય
વહેલો વળજે વિઠ્ઠલા, તારી
ગોરી ધાન ન ખાય