બાળ કાવ્ય સંપદા/આઘાં જજો ઓરાં જાજો

Revision as of 16:13, 20 February 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
આઘાં જાજો ઓરાં જાજો

લેખક : મનોહર ત્રિવેદી
(1944)

આઘાં જાજો ઓરાં જાજો,
વાદળ વરસે ભીનાં થાજો.

આઘાં જાજો ઓરાં જાજો,
તડકો લૂંટો તાજો-તાજો.

આઘાં જાજો ઓરાં જાજો,
તરો નદીમાં : ડૂબકી ખાજો.

આઘાં જાજો ઓરાં જાજો,
તળાવ જેવાં થઈ છલકાજો.

આઘાં જાજો ઓરાં જાજો,
સીમ કહે છે આજો-આજો.

આઘાં જાજો ઓરાં જાજો,
કોઈ મળે : થોડું મલકાજો.

આઘાં જાજો ઓરાં જાજો,
કદી ન મિત્રો ! ઘેર લપાજો.

આઘાં જાજો ઓરાં જાજો,
ગમતાં ગીત મળ્યાં છે, ગાજો.

આઘાં જાજો ઓરાં જાજો
બેઠાં છો કાં ? લાજો લાજો !