બાળ કાવ્ય સંપદા/ફરફરિયાં
Jump to navigation
Jump to search
ફરફરિયાં
લેખક : મનોહર ત્રિવેદી
(1944)
ફરફરિયાં આ ફરે
મજાનાં ફરફરિયાં આ ફરે !
જળમાં જેવી તરે માછલી એમ હવામાં તરે,
મજાનાં ફરફરિયાં આ ફરે !
રમતાં જાણે અડકો-દડકો,
એને નહિ છાંયો કે તડકો,
વિમાન પેઠે ઘ૨૨૨ ક૨તાં સ૨૨૨ સ૨૨૨ સરે,
મજાનાં ફરફરિયાં આ ફરે !
એ તો નાચે છુમ્મક છુમછુમ,
આવો ભાભી રૂમઝૂમ રૂમઝૂમ,
ખિલખિલ ખિલખિલ હસવું એનું હોઠેથી શું ઝરે;
મજાનાં ફરફરિયાં આ ફરે !
રંગબેરંગી પાંખો એની,
ઊડતી પરીઓ છે કે બેની !
સાદ કરે જ્યાં એક ફેરિયો, શેરી મારી ભરે,
મજાનાં ફરફરિયાં આ ફરે !